________________
(૧૬)
સેવા કરે છે. ત્રણ જગતના દર્પને ભેદનાર કંદર્પને પણ તપશ્ચયવડે જ દર્પ દૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફક ઇન્દ્રિયરૂપી ધેડાઓ તપશ્ચર્યાથી જ દમી શકાય છે. સૂર્યના પ્રકાશવડે જેમ અંધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નાના પ્રકારના ઉપદ્રવ દૂર થાય છે. કર્મ ક્ષય કરવા અર્થે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી.
સંતોષરૂપ મૂળ, ઉપશમરૂપ મજબૂત થા, ઈન્દ્રિયજયરૂપ બેટી શાખાઓ, અભયદાનરૂપ પાંદડાઓ, શીયળરૂપ પ્રવાલવાળો, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલ, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળા અને મોક્ષરૂ૫ ફળવાળો તારૂપ કલ્પવૃક્ષ સાક્ષાત આદર કરનારને હિતકારી થાય છે. કહ્યું છે કે
दिव्बोसहि रसवायं नहगमण विसापहार कामगावी। चिंतामणि कप्पतरु सिर्जति तवप्पभवेण ॥१॥
દિવ્ય ઔષધી, સુવર્ણરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપકાર કરનાર મંત્રાદિ, કામધેનુ, ચિંતામણું રત્ન અને કલ્પવૃક્ષ ઇત્યાદિ દુર્લભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે-પ્રાપ્ત થાય છે.
નિર્મળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિઓ સિદ્ધ થાય છે. પરલોકમાં મુકિત થાય છે. કીર્તિ ઉભય લોકમાં ફેલાય છે. તપોબળથી અનેક લબ્ધિઓ મેળવનાર, વિષ્ણુકુમાર મહામુનિએ ગુરુના કાર્ય અર્થે લબ્ધિ ફોરવી, તીર્થઉન્નતિ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. '
વિષ્ણુકુમાર. હસ્તીનાપુરમાં પોત્તર રાજા રાજ્ય કરતા હતા. તેને જ્વાલ નામની પરમ જની પટરાણ હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળે વિપ્નકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયો. અનુક્રમે ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારનો