________________
(૧૯૫ )
ક કષાય, ઇન્દ્રિય, મન, વચન, કાયાને યોગ અને સ્ત્રી મનુષ્યાદિકનો સિંગ આ સર્વ ઓછા કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ
તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે.
અર્થાતર તપ ૧ પિતાથી કોઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરુ આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. ૨ ગુણવાનને વિનય કર. ૩ ગુણ મનુષ્યની વૈયાવચ્ચ-ભક્તિ કરવી. ૪ નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું
સ્મરણ કરવું. ૫ ધ્યાન કરવું. ૬ કાયોત્સર્ગ કરો યા શરીરાદિ ઉપરથી મમત્વ દૂર કરે ત્યાં રાગદ્વેષને ત્યાગ કરે-આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે.
વૈધો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે. -ઉતારે છે તેમ તીવ્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બન્ને પ્રકારની તપશ્ચર્યારૂ૫ મંત્ર કે ઔષધીથી દૂર થાય છે..
હજાર વર્ષ પર્યત દુ:ખ ભોગવીને નારકીના છ જેટલું કર્મ ખપાવે છે તેટલું કર્મ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભનાં એઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે.
सवासिपडीणं परिणामवसा उवकमो भणिओ ।। .. पायमनिकाइयाणं तवसा उ निकाइयाणपि ॥ १ ॥
પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિઓને ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હેય તે જ. ત્યારે તપશ્ચર્યા કરવાથી તે નિકાચિત કર્મપ્રકૃતિઓનો પણ ક્ષય થઈ શકે છે,
જાતિ, કુળ, રૂપ, બુદ્ધિ, રવજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ તપશ્ચર્યા કરનારની (નંદીષેણની માફક) દેવ પણુ ભક્તિ બહુમાનથી