________________
(૧૮૭)
રાણીના દુઃખનો વિચાર કરતાં દત્તનું હ્રદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે કહ્યું. બહેન ! હવે વિશેષ દુઃખ નહિ કર, આ કે પૂર્વના પ્રબળ કર્મનું પરિણામ છે. તે અતિ દારૂણ દુઃખ અનુભવ્યું છે, પણ આથી અનંતગણું દુઃખ પિતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે. તે ગુરૂશ્રીના વચનથી તમારી મળવાની આશાએ જ જીવતો રહ્યો છે. “તમે જીવતાં છે ” આ સમાચાર જે રાજાને આજે નહિં મળે તો, તે અગ્નિમાં પ્રવેશ કરી નક્કો મરણ પામશે, માટે હેન! વિચાર નહિં કર. તૈયાર થા કાળક્ષેપ કરવાને વખત નથી. રાજાને તેના કર્તવ્યને બદલે મળી ચૂકી છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કર્તવ્ય શ્રેયસ્કર છે.
રાજા મરવાને માટે તૈયાર થયું છે. આ શબ્દો સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઈ. કુળવંગનાઓને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નમસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની બહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પહોંચ્યો. સંપૂર્ણ શરીરવાળી પિતાની વલ્લભાને દેખી રાજાને ઘણે હર્ષ થશે, તથાપિ લાથી તે
એટલો બધે નગ્ન થઈ ગયો છે. વિશેષ વખત રાણીના સન્મુખ તે જોઈ ન શકયો. તે વખતે તારા–મેળાપ કરી રાણીને પટાવાસમાં (તબુમાં) મોકલવામાં આવી. આખા શહેરમાં રણ આવ્યાની વધામણું ફેલાઇ ગઈ, વાછ વાગવાં શરુ થયાં, મને હર ગાંધર્વ અને તુરના શબ્દો સાથે રાજાએ સંધ્યાકર્તવ્ય સમાપ્ત કર્યું. સામંત, મંત્રી અને પ્રજાલક માનંદ અમૃતથી સીંચાયા. વાચકોને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરી રાજ રાણીના પટાવાસમાં આવ્યો.
ઘણું કાળે મેળાપ થયે હેય તેમ રાજા રાણીને ભેટી પડયે. ધીમા શબદે રાજાએ કહ્યું-સુશીલા ! મેં તારા માટે અપરાધ કર્યો છે છતાં અજ્ઞાનતાથી કર્યો હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે. '
કળાવતીએ ઉત્તર આપ્યો, વહાલા ! આમાં તમારે કાંઈ દેખ