________________
(૧૮૯) ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોંચ્યાં. ગુરુવર્યને વંદના કરી ઉચિત સ્થાનકે બેઠાં. ગુરૂશ્રીએ પણ અવસરઉચિત શીયળગુણની કોકતાવાળી ગંભીર દેશને આપી.
सीलं कुलुन्नइकरं, सीलं जीवस्स भूसणपवरं । .. सालं परमसोयं, सील सयलावया हरणं ॥१॥
કુળની ઉન્નતિ કરનાર શીયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શીયળ છે, શીયળ પરમ પવિત્રતા છે. સમગ્ર આપત્તિનું હરણ કરનાર શીયળ છે.
सीलं दुग्गइदलणं, सील दोहग्गकंदनिद्दहणं । वसबत्तिसुरविमाणं, सालं चिंतामाणिसमाणं ॥ २ ॥
દુર્ગતિનું દલન કરનાર શીયળ છે, દર્ભાગ્યના કંદને નિર્વહન કરનાર શીયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકમાં કહીએ તે શીયળ ચિંતામણીરત્ન સમાન છે.
શીયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વાલનો ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રોકી શકાય છે.
શીળવાન મનુષ્યની આજ્ઞા દેવે પણ ઉઠાવે છે અને તેના મુણેનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજ આવવાનો બનાવ પ્રત્યક્ષ બને છે તે શીયળને જ પ્રભાવ છે. આ શીયળરૂપ અગ્નિ જે સમફત્વ(ધર્મશ્રદ્ધાન)૨૫ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તે ઘણું થડા જ વખતમાં કમંરૂપ ઈધન(લાકડાં)ને બાળીને ભસ્મ કરે.
. તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્રંથ ગુરૂ અને કરુણાથી ભરપૂર ધર્મ, આ ત્રણ તત્ત્વને અંગીકારે કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર આ ધર્મશ્રદ્ધાન સમગ્ર સુતના આધારભૂત છે ઇત્યાદિ સમયોચિત ધર્મદેશના આપી ગુરુ શાંત થયા.