________________
(૧૭૮) આ પ્રમાણે કોઈનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવકલ્પરૂપ સર્પથી ડસા હોય તેમ ક્રોધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યો. ,
હા ! હા ! હૃદયને આનંદ આપનાર હું તેણીને પતિ નથી પણ બીજો કોઈ પુરૂષ એને વલ્લભ દેખાય છે, અરે ! આ દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધો છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે-આના યારને મારી નાંખ્યું. ઇત્યાદિ ધની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો.
અવિચારી રાજાએ સર્વ અસ્ત થતાં જ ગુસપણે એક ચંડાળ સ્ત્રીને બેલાવી કેટલીક ગુપ્ત ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી.
ડે વખત જવા બાદ નિષ્કરુણ નામના સારથીને બોલાવી કહી આપ્યું કે મારી રાણું કળાવતીને પ્રાતઃકાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી.
રાજાની આજ્ઞા માન્ય કરી, પ્રાતઃકાળ થતાં જ નિષ્કરણ રાણુના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પોંએ. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉધાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે તેમણે આપને બેલાવવા માટે મને મોકલાવે છે. સરહદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરતજ એકલી રથમાં આવી બેઠી, સારથીએ પવનની માફક અને જોરથી ચલાવ્યા. રસ્તે જતો રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાસાહેબ ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલત સારથી રાણુંને એક અટવીમ લઈ ગયો. સુર્યોદય થયો, દિશાઓનાં સુખ વિકસિત થયાં, તેમ તેમ રાજાને ન દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરણ! અહીં ઉધાન પણ નથી, અને રાજ પણ નથી, તું મને કયાં લઈ જાય છે ? આ તે અરણય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે. મારા મતિને મેહ થયે છે! કે હું આ ઈજાળ દેખું છું, તું મને સત્ય ઉત્તર આપ.