________________
(૧૭)
અંતેહર કલાવતીમય અનુભવાતું હતું અને રવપ્નાં પણ કલાવતીનાં આવતાં હતાં.
કળાવતી તનુજંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરા માત્ર માર્ગ મળતો નહોતે.
પોતાના પતિનો આટલો બધે રમેહ પિતા ઉપર હાવા છતાં કોઈ-- ના પર દ્વેષ, ઇર્ષા કે કેઈના અવર્ણવાદ બોલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહતી, પણ પતિની ભક્તિ, ઘેર આવ્યાની પ્રતિપત્તિ, ચાકર વર્ગની ઉચિતતા, દુખીયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી.
તેનામાં રૂપાદિ અનુપમ ગુણે હતા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વપ્નમાં પિતાના ખેાળામાં કંચનને કળશ દેખે. સ્વપ્ન દેખી જાગ્રત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણે હર્ષ થયો. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દેહદે ઉત્પન્ન થવાપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. '' - સ્ત્રીઓની પહેલી પ્રસુતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ,
એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરૂષોને શખપુર મેકલ્યા. - તે પુરૂષોની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણે વિ. ગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટ જયસેન કુમારે મોકલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજકીને ઘેર ઉતારે લીધે, અને દત્તને સાથે લઈને, પ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દૈવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરૂષોએ ઘણું હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યો. લાવેલ ભેટે કળાવતીને દેખાડી. ઘણા વખતે પિતકુળ તરફની પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થશે. તમને