________________
(૧૭)
સ્વાગત છે ? પિતાજીને કુશળ છે ? માતાજી નિરોગી છે? મારે ભાઈ ખુશી મઝામાં છે ? વિગેરે પ્રશ્ન કળાવતીએ રાજપુરૂષે ને કર્યા.
તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંદ-યુગલ જયસેન કુમારને અતિવલ્લભ હતું. પિતાની સ્ત્રી માટે દત્ત માગ્યું હતું પણ કુમારે તેને આપ્યું ન હતું. તે શંખરાજાને યોગ્ય જાણી ભેટ મોકલાવ્યું છે.
કળાવતીએ તે તરતજ લીધો અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય. માતા, પિતા, ભાઈ આદિને મારા પાયે લાગણાં અને પ્રણામ કહે છે. વિગેરે કહી સન્માન કરી રાજપુરૂષોને રાણેએ વિલય કર્યા. * ભાઇના સ્નેહથી તે અંગદ-યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા.. તપાસ કરતાં તે ઘણાં જ શોભનિક લાગવા માંડ્યાં. આ અવસરે રાણીના નિવાસગૃહની નજીક શંખ રાજા આવી પહે, હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજા ત્યાં ઊભો રહ્યો. અને ગોખના જાળાંતરથી અંદર જોવા લાગ્યું કે રાણીને આટલા બધા આનંનું કારણ શું છે ?
- : - રાજાની દૃષ્ટિ આ આશ્ચર્યકારી પદના ઉપર પડી. રાણીને સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગ્યો. * રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મોઘમપણે બોલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં નેત્રો અમૃતરસથી સીંચાયાં હોય તેમ આહૂલાદિત થાય છે. વધારે શું કહું ? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખે હેય નહિં તેમ મને આનંદ થાય છે. આ અંગદે ગજ શ્રેણીના પુત્ર દત્ત માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રાણથી વહાલો નિરંતર જીવતો રહે. - સખીઓ બેલી. બાઈ સાહેબ ! તમે પણ તેમના સ્નેહના સર્વ તુલ્ય છો એટલે આ અંગદ તમને એકલાવે તેમાં આશ્ચર્ય શાનું ? ૧૨
,
છે