________________
( ૧૮૧)
સિવાય કેટલીક મહેનતે રાષ્ટ્રએ પગથી તેને રોકી રાખ્યા. પુત્રનુ રક્ષણ કરવામાં પણ પોતાનું અસમ પણુ... જોઈ રાણીને વિશેષ દુઃખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા ! હા ! નિર્દય કૃતાંત ! આટલું" દુ:ખ આપવાથી પણ શું તું સતાષ પામ્યા નથી ? કે મારા પુત્રને પણ લઇ લેવાની તુ ઈચ્છા કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરુ` !
પુત્રના બચાવ માટે છેલ્લે પ્રયાગ અજમાવવા માટે રાણી સભ્રાંત થઇ આવેશમાં ખેાલી ઊઠી. હું નદી કે વનાદિકની અધિષ્ઠાત દેવીએ ! દીન વદનવાળી, દુ:ખિની, અશરણા અને નિદોષા આ અબળાના વચના ઉપર તમે ધ્યાન આપો. જો શીયળવ્રત આ દુનિયામાં પ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથીગૃહસ્થ ધર્મને લાયક શીયળવ્રતનું પાલન કર્યુ હોય તેા દિવ્ય નેત્રવાળી દેવી, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો.
આ પ્રમાણે નિદોષ રાણીના કરુણાનક શબ્દો સાંભળી, દયા સિંધુ દેવીએ તત્કાળ રાણીની બન્ને ભુજાએ નવી કરી આપી. પોતાની. બન્ને ભુજાએ અખંડ દુખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણી કલાવતીને ધણું। આનંદ થયા. હાથથી બાળકને લઈને ખેાળામાં સુવા. હવે હું શું કરું? અહીંથી કયાં જા` ? આ પ્રમાણે રાણી વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતા તેણે દીઠા. તે તાપસ કરુણાથી રાણીને પુત્રસહિત પોતાના આશ્રમ-તપોવનમાં લઇ આવ્યો અને કુળતિને રાણી સોંપી. કુળપતિએ પૂછ્યું. ભાઈ તું કાણુ છે ? રાણી કાંઇ પણ ઉત્તર ન આપતાં ગદ્દગદિત કરે રૂદન કરવા લાગી.
કુળપતિએ કહ્યું. પુત્રી! આ સ'સારમાં ક્રાણુ નિરંતર સુખી છે? લક્ષ્મી કાની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? ક્રાણુ જગમાં રખલના પામ્યા નથી ? સ` પામ્યા છે, માટે ધીરપણું અવલખી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનુ` પાલન કર.