________________
(૧૭૫) અને કળાવતી પરનો અનુરાગ કહી સંભળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું. રાજાએ તરત જ સન્ય તૈયાર કરાવી, જયસેન કુમાર સાથે કળાવતીને શંખરાજા તરફ સ્વયંવરા તરીકે મોકલાવી.
શંખપુર તરફ અકસ્માત મોટું સિન્ય આવતું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેણીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આરંભ શા માટે? આ તો હર્ષનું સ્થાન છે. આપના હૃદયમાં વસેલી રાજકુમારીની મૂર્તિ તે પ્રગટ સાક્ષાતરૂપે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રત્ન આપને સોંપવા આવે છે.
" આ વર્તમાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. સુવર્ણ ની જિહવા અને શરીર પરનાં તમામ અલંકારે દત્તને આપી રાજાએ કહ્યું. દત્ત ! આ દુર્ઘટ કાર્ય તે કેવી રીતે સુઘટિત કર્યું ? '
દરે જસ હસીને જણાવ્યું-દેવ! આપના પુન્યને અચિંત્ય મહિમા છે. બીજા મનુષ્ય નિમિત્ત માત્ર છે. * રાજા મહેચ્છવપૂર્વક જયકુમારદિને શહેરમાં પ્રવેશ કરાખે અને શુભ મુદ્દો રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારને નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શંખ રાજા અનુદિગ્નપણે કલાવતી સાથે સુખ વૈભવ ભોગવવા લાગ્યો. વિચક્ષણ કળાવતીના પ્રેમપાશમાં પડેલા રાજા, તેના સિવાય નિયામાં સખ જ નથી તેમ માનવા લાગ્યો. તેને દેખે ત્યારે જ તે શાંતિ પામત હતો. કલાવતી સિવાય સભામાં બેસવું તેટલા વખતને તે બંધીખાનું માનતો હતો. રાણના સિવાય અશ્વાદિ ખેલવાને વખત વેદરૂપ માનતો હતે. કલાવતી માટે પિતાના પ્રાણ અર્પણ કરવા પડે તે તે પિતાને ભાગ્યશાળી માનતો હતો. ટૂંકમાં કહીએ તો રાજાને કલાવતી ઉપર એટલે નેહ હતો કે તેના સિવાય તે શરીરથી કાંઈ પણ કાર્ય કરતા હતા અને તેનું મન કલાવતીમાં જ રહેતું હતું. આખું