________________
(૧૮)
શ્રમણીઓએ કહ્યું. પુન્ય સર્વથી શ્રેષ્ઠ છે. પુન્યના પ્રભાવથી અરણ્ય, સમુદ્ર, પહાડે અને બીજાં તેવાં જ ભય આપનાર સ્થાનેમાંથી વિપત્તિઓને ઓળંગી મનુષ્યો વિવિધ સંપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણવાની ઈચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્નીઓ ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદન કરી સુવતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે-કૃપાળુ દેવ ! વીરભદ્ર પૂર્વ જન્મમાં શું સુકૃત કર્યું છે કે જેથી વિવિધ પ્રકારની મનોભિષ્ટ સંપત્તિ પામ્યો ?
પ્રભુએ કહ્યું. ત્રીજા ભવમાં વચ્છવિજય(દેશ)માં હું, ધનપતિ નામને રાજા હતો. ચારિત્ર લીધા પછી વિહાર કરતાં ક્રમે રત્નપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામને શ્રાવક રહેતો હતો.
માસીને પારણે ધનપતિ સાધુને પિતાના ઘર તરફ આવતા જાણી હર્ષથી શેઠ સમુખ ગયે. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી નિધાનની માફક તે મુનિને પિતાને ઘેર લઈ આવ્યો. સર્વ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યો. અહા ! હું ધનભાગ્ય છું. મારે ઘેર આજે કલ્પક્ષ ફલ્યો. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, પણ આદિથી આ મહામુનિને પ્રતિભાભી જન્મ, જીવિતવ્ય અને ધનને હું આજે સફલ કરીશ. પ્રતિલાલવાના વિચારથી આનંદ થયો. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયે. આનંદથી શરીર પર રોમાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આનંદ થયો અને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો.
આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવોએ સુગંધી પાણું, પાંચ વર્ણનાં પુષ્પ સુવર્ણ અને દિવ્ય વચ્ચેની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન ! અહે દાન ! ઈત્યાદિ ઉદ્દેષણ કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની ઘણું પ્રશંસા કરી. પાત્ર