________________
(૧૬૭)
ત્યાં રાજકુમારી અનંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણમાં પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું.
આટલા સમાચાર સાંભળતાં જ અનંગસુંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્ર ! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું ?
વામણ–રાજકાર્યને વખત થયો છે. હવે બીજી વાત કાલે જણાવીશ, ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઈ.
વામણ–વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરતો હતો તેવામાં અતિવલ્લભ વિધાધરે તેને દીઠે. પિતાના શહેરમાં લઈ જઈ ૨પ્રમા પુત્રી પરણાવી. તેની સાથે કીડા કરતો તે અહીં આવ્યા હતા. પ્રજાને અહીં મૂકી તે ઉતાવળ ઉતાવળે અહીંથી ચાલ્યા ગયે.
તે સાંભળી રત્નપ્રભા બોલી ઉઠી. તે મારા પતિ અહીંથી કયાં ચાલે ગયે ? વામણે કહ્યું-તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયા.
કુંભ ગણુધરે જણાવ્યું. સાગરોકી ! ચિંતા નહિં કર. આ વામણે જ તમારે જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુઃખ આપ્યું છે.
ગણધર ભગવાનનું કહેલું વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું. પ્રભુ ! જ્ઞાનનેત્રધારક દિવાકરને આ દુનિયામાં કોઈ પણ અગેચર નથી. - એછી, વામણુને સાથે લઈ શ્રમણના ઉપાશ્રયે આવ્યા. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યું. પુત્રી ! આ જ તમારે પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું-તે વાત કેમ સંભવે ?
કોકીએ કહ્યું. ગણધરના કહેવાથી. ત્યાર પછી ગણધરને કહેલ સવ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રમણુઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્ર વામનરૂપ મૂકી દઈ સ્વાભાવિક રૂપ કર્યું. તે દેખી સેવને આનંદ થયે. .