________________
(૧૬૫)
થ. હર્ષથી વીરભદ્રને પાઠસિદ્ધ અનેક વિધાઓ આપી.
એક દિવસે ક્રિીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રત્નપ્રભા સાથે પદ્મનીખંડ શહેરમાં (અહીં) આવ્યો. સાધ્વીજીના ઉપાશય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યા ગયા. - વીરભદ્રને ન દેખવાથી રત્નપભા રૂદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુત્રતા સાધ્વીજી બહાર આવ્યો અને તેને ધીરજ આપી. તે પણ સુત્રતા સાધ્વીજીની વસ્તીમાં આવી રહી. ત્યાં પ્રિયદર્શના અને અનંગસુંદરીને મેળાપ થયે. તેઓની આગળ પિતાને પતિ વિયોગનો “વૃત્તાંત જણાવ્યો. છેવટે ધમકમમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી.
પોતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણે સંતોષ પામી, કુતુહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથાઈચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પિતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્યો તરફથી પણ સન્માન પામે. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઈશાનચંદ્ર રાજાએ વીરભદ્રને, ગૌરવપૂર્વક બેલાવી પિતાની પાસે રાખ્યો.
એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે આપણું શહેરમાં સંયતિને ઉપાશ્રયે અપ્સરાની માફક રૂપવાન ત્રણ તરૂણીઓ આવી રહી છે. તેઓ કોઇપણ પુરૂષનો સંસર્ગ કરતી નથી. કોઈ પુરૂષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરૂષને જોતી નથી. કેવળ ઉદાસીનપરાયણ ધર્મધ્યાનમાં તત્પર રહે છે. - ઇશાનચંદ્ર રાજાએ વામણુને કહ્યું –ભદ્ર ! તું એ કાંઇ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે.
વીરભદ્રે કહ્યું-રવામિન ! તે સ્ત્રીઓને બોલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, મણીના પ્રતિશય બહાર ઊમે રહ્યો. બીજા પુરૂષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કોઇ વાત કહેવા માટે પ્રેરણા કરજે, ત્યાર પછી તે મણીનાં ઉપાશ્રયની અંદર આ. શમણીને વંદના કરી સુખશાંતિ પૂછી વીરભદ્ર બહારના મંડપ નજીક જઈ બેઠો. પૂર્વજ્ઞા