________________
(૧૬૩) જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરે. હું મારા મનથી તમને વરી ચૂકી છું.
વીરભદ્રે કહ્યું-તેમ કરવાથી લોકોમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી.
રાજકુમારોએ પોતાનો અભિપ્રાય પોતાની માતાદ્વારા રાજાને જણાવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખશેકીને બોલાવી, મેટા ઓચ્છવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પોતાનો મહેલ આપે. - પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. તેની સોબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ. સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર ' વીરભદ્ર વીતરાગ દેવની મૂત્તિ આળેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાતી. તેમજ જન મુનિઓ અને સારીઓની મૂત્તિઓ ચિત્રી બતાવી તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી.
રાજપુત્રીની પિતાતરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું. પ્રિયા ! હું મારા દેશ જઈ માતા, પિતાને મળીને છેડા દિવસમાં પાછો અહીં આવીશ, માટે તું શાંત મન કરી અહીં રહેજે.
રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હેત તો તે તેમ કરવાને રજા આપત.
વીરભદ્ર કહ્યું-પ્રિયા! કોપ નહિં કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ઘણું ઋદ્ધિ સાથે કુંવરીને -વળાવી. તે રિદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર રહે પિતાને દેશ જવા માટે વીરભદ્ર રવાના થયા, પણ રસ્તામાં પવનના તોફાનથી તેનાં વહાણે ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્ર કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કુલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યું. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ