________________
(૧૨)
વીરભદ્ર–મારા ગુરુવર્ગના ભયથી તેણે મને અહીં લાવતી નહતી.
રાજપુત્રી-તમારું નામ શું છે ? વીરભદ્ર–મારું નામ વીરમતી.
આ પ્રમાણે વાર્તાવિનોદ કરી અવસર થતાં અને પાછાં ઘેર આવ્યાં. સ્ત્રી વેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્રવીણ િકલાથી તેને પિતા ઉપર અનુરાગિણી કરી દીધી
એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આખો દિવસ ક્યાં રહે છે? તારા સંબંધમાં લોકો મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શકતો નથી માટે તું દુકાન પર હવેથી બેસ. - વીરભ યથાતથ્ય પિતાનો વૃત્તાંત જણાવતાં કહ્યું. પિતાજી ! તમે કાંઈ ભય ન રાખશો. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાને આગ્રહ કરે તો ના ન કહેશો.
એક દિવસે રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાત જણાવી કે મહારાજા! શંખીને ધેર તામલિપ્તિથી એક મહાન રૂપવાનું તથા ગુણવાન યુવાન પુરૂષ આવ્યો છે. અને તે સર્વ કળામાં હશિયાર છે.
તે સાંભળી રાજાએ વિચાર્યું કે મારી પુત્રીને લાયક તે હશે કે કેમ ? સરખાંને સર યોગ મેળવી આપવો તે જ વિધિનું નિપુણપણું છે.
એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂ૫ અને ગુણથી તથા વયથી ભયુવાવસ્થામાં આવી છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારપણમાં જિંદગી ગુજારે છે ?
કુંવરોએ જણાવ્યું-તેવો રૂપવાન તથા ગુણવાન ભારે લાયક કઈ પણ પુરૂવ જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરૂ સ્વરૂપે પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિદ્વળ થઈ રાજકુમારીએ