________________
થયા છે. અનેક વિજ્ઞાન, ગુટિકાદિ પ્રયોગ અને વિસ્મયકારક ચૂક્તિ યોગે હું જાણું છું. પિતાની લજ્જાથી તેમાંનું કાંઈ પણ હું અહીં પ્રગટ કરી શક નથી, માટે મારે દેશાંતરમાં જવું અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી. ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રાગથી શ્યામવર્ણવાળું પિતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગ્યા.
- પતિ વિયોગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનું ઘર શોભારૂપ છે. - વીરભદ્ર ચાલતાં ચાલતાં સિંહલદ્વીપના રતનપુર શહેરમાં આવી પહોંએ. શહેરમાં ફરતાં શંખ શ્રેણીની દુકાન પર આવ્યા, તેની ભવ્ય આકૃતિ દેખી તે કોણીએ આદરથી લાવીને પૂછયું વત્સ ! તું કયાંથી આવ્યું છે ? વીરભદ્ર ઉત્તર આપે. પિતાજી! તું તાલિસિ ન રહીશ સાર્થવાહનો પુત્ર છું. પિતાથી રિસાઈને અહીં આવ્યો છું. શકીએ કહ્યું. પિતાથી રિસાઈને આવ્યો તે ઠીક નથી કર્યું, પણ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે અપુત્રીયાને પુત્ર સમાન આ વિભવને ઉપયોગ કર. આ પ્રમાણે કહી શેકી તેને સ્નેહપૂર્વક પિતાને ઘેર લઈ ગયે. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો.
તે નગરના રત્નાકર રાજાને ગુણવાન અનંગસુંદરી નામની પુત્રી હતી. પણ કર્મસંયોગે પુરૂષષિ હતી. તે રાજકન્યા પાસે શંખ એછીની પુત્રી વિનયવતી, સખીપણાના સંબંધથી નિરંતર જતી હતી.
વીરભદ્ર વિનયવતીને જણાવ્યું, બહેન! તુ નિરંતર ક્યાં જાય છે?
વિનયવતી–રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરૂષ દેષિણી છે. હું તેની પાસે જાઉં છું.