________________
(૧૫૮)
તેઓને છેડતી નથી-મટતી નથી માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર થોડામાં થોડું પણ દાન આપવું.
તત્વજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે.
વીરભદ્ર કુરુદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી શોભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આમ્રની ઘટાવાળું સહસ્ત્રાગ્ર નામનું વન પ્રાણુઓના તાપને દૂર કરી શીતળતા પ્રસારતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થંકર મનુ
ના સદ્દભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કરુણાસમુદ્ર પ્રભુએ એક પહેર પર્વત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી.
એ અવસરે તે શહેરના નિવાસી સાગરદન શ્રેષ્ઠી એક વામણા માણસની સાથે સમવસરણમાં આવ્યા. પ્રભુ આદિને વંદન કરી ધમદેશના સાંભળવા બેઠે.
દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેષ્ઠીએ જણાવ્યું કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુઃખી છું. આપ મારો સંશય દૂર કરી મને શાંત કરો. આપ જ્ઞાની છે; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું.
પ્રભુ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની ભારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણો ખેદ થે. મને દુખી દેખી મારી પત્નીએ એનું કારણ પૂછ્યું. મેં