________________
( ૧૫૬)
વાળા પણ આહાર આદિ આપે તો તે પ્રસંગને લઈને સદોષ આહાર આપવાથી પણ ઘણું લાભ અને અ૫ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે શરીરનો નિર્વાહ થતો હોય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાનિ ન થતી હોય તો મુનિઓએ સદોષ આહારાદિ ન લેવાં પણ નિર્વાહના અભાવે અને રેગાદિ પ્રબળ કારણે આહારદિ લેવાં. તે પરિણામની વિશુદ્ધિને લઈને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહા રાદિ સામાન્ય કારણને લઈ શરીરનો નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પયંત રોગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, “ધ્યાનની જે હાનિ થાય છે તે અપેક્ષાને વિચાર કરવામાં આવે તો
સદોષ આહાર, પાણી, ઔષધાદિકનો દોષ તેઓની પાસે થોડો છે. -શરીર નિરોગી થતાં, જ્ઞાન, ધ્યાનને વિશેષ વધારો થાય છે. અનેક જીવોને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદેષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કર્મની નિર્જરા પણ મેળવી શકાય છે.
ગૃહસ્થોએ અનુકંપાદાન પણ આપવું જોઈએ. મહાન પુરુષોએ આ માર્ગની શરૂઆત પણ વાર્ષિક દાનના પ્રસંગે કરી છે.
સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુઃખીયા, અપંગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત છને જે દાન આપવું તે અનુકંપાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શનના ભિક્ષુઓ, ત્યાગીઓ, પિતાને દ્વારે યાચના કરવા આવે તો તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકંપા દાન કહેવાય છે.
શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે.
ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રોને દાન આપતાં કર્મની નિર્જસ થાય છે. તે જ દાન કરુણાબુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ઉચિત દાન પુન્યને અર્થે થાય છે. વધારે શું કહેવું? જાતિ, કુળ, શીળ, શ્રત, બળ, રૂપ, ગુણ અને