________________
(૧૫૫)
અને નિપરિગ્રહ ઈત્યાદિ મૂળ ગુણ, યિાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાન, ઈદ્રિયોને વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરાહ ચિત્તાવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પિષણ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે.
કાળ શુદ્ધ-કાળે અવસરે કરેલું કૃષિકમ (ખેતી) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું દાન જરૂરીયાતવાળા પ્રસંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે.
ભાવ શુદ્ધ-પૂર્વોક્ત ગુણયુક્ત દાતા, કોઈ પણ જાતની વ્યવહારિક કે પૌગલિક સુખની આશા સિવાય, પરમાર્થ બુદ્ધિથી દાન આપે, દાન આપતાં હર્ષથી રોમાંચિત થાય, દાન આપ્યા પછી પિતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે.
સુપાત્ર દાનના પ્રભાવથી તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે મંડળિકાદિ મહાન પદને ભક્તા મનુષ્ય થાય છે.
વૃત દાનના પ્રભાવથી જગન્નાથ અષભદેવ પ્રભુ તીર્થંકર પદ પામ્યા, ઉત્તમ મુનિઓને દાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રને અધિપતિ ભરત રાજા ચક્રવતી પદ પામે. જે મહાત્માઓનાં દર્શન કરવાથી જ દિવસનું કરેલ પાપ નાશ થાય છે તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્ત કેમ ન થાય ? તે ક્ષેત્રે મહાન પવિત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિત્ર મહાત્માઓ વિચરી રહ્યા છે, ત્યાગી મહાતમાઓ સિવાય ગૃહસ્થધમં કઈ પણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતો નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ન નિરંતર દાન આપવું. | ગૃહસ્થોએ સાથે દેશ-કાળને પણ વિચાર કરવો તે વધારે ઉપયોગી છે, જેમકે દુભિક્ષ, દેશભગિ, લાંબો પંથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષ