________________
પ્રકરણ ૨૬ મું.
ધર્મ ઉપગ્રહ દાન
न तवो मुटुं गिहीणं, विसयपसत्ताण होइ नहु सलिं । सारंभाण न भावा, साहारो दाणमेव तओ ॥ १।। - ગૃહસ્થાશ્રમીઓથી જોઈએ તે તપ બની શકતો નથી. વિષયમાં આસક્ત થયેલાઓને શીયળ હેતું જ નથી. ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ (કયાંથી હોય ?) ન હય, માટે ગૃહસ્થને દાન ધર્મને જ મુખ્ય આધાર છે. અર્થાત ગૃહસ્થીઓ દાનધમથી જ આગળ વધે છે. .
ચારિત્ર ધર્મના રક્ષણ માટે યા પિષણ માટે, અન્ન, પાણું, મુકામ, વસ્ત્ર અને ઔષધાનુિં ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધમ ઉપગ્રહ દાન કહેવાય છે.
દાયક શુધ્ધ ૧, ગ્રાહક શુદ્ધ ૨, કાળ શુદ્ધ ૩ અને ભાવ શુદ્ધ છે એમ આ દાન ચાર પ્રકારનું છે.
દાયક શુદ્ધ-ધન આપવામાં આટલા ગુણની જરૂર છે. બાહ્ય આડંબર વિનાને, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળ, દાનની લાગણીવાળા પરિવાર, શાંત સ્વભાવ, ગ્રાહ્ય વાકય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દેષ નહિ લગાડનાર, મદ રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પિષણ નિમિત્તે અન્ન, પાણું, મુકામ, વસ્ત્ર, પાર, ઔષધાદિ કલ્પે તેવાં નિર્ગથ મહાત્માને. આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે.
ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય