________________
(૧૪૦)
-જ્ઞાનથી પિતાના પરિચયમાં આવનાર છવોને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યું, કરાવ્યું અને અનુમોદન કરવાનું પણ સરખું ફળ થાય છે.
આ અવસરે વખત વિશેષ થઇ જવાથી, તેમજ ગુરુશ્રીના સબેધને લાભ સર્વને મળે તે ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને ‘જણાવ્યું, પ્રભુ ! આપ અમારા ઉપર કૃપા કરી થોડા દિવસ અહી રહેવાની રિથરતા કરો તો અમે અહી થોડા દિવસ રહીએ. તેમજ અમારી સાથેના લોકોને પણ ધર્મને વિશેષ બેધ થાય. આપ જેવા જ્ઞાની પુરૂષોને વેગ આવા સમુદ્રમાં મળ અને દુર્લભ છે.
ગુરૂશ્રી લાભાલાભને વિચાર કરી અથત જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શીળવતી વગેરે ગુરૂશ્રીને વંદન કરી બાકી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર મુતવી રાખી ત્યાંથી ઉઠીને ઋષભદત સાર્થવાહને મળ્યાં. ગુરૂશ્રીનાં દર્શન અને તેઓ કોણ છે તેમને ઉપદેશ વગેરે જણાવ્યું. સાર્થવાહ ઘણે ખુશી થયો, અને સાથેના માણસને રાજકુમારીના આદેશ પ્રમાણે અહી થોડા દિવસ રોકાવાની ખબર આપી, -ગુરુશ્રીને વંદન કરવા આવ્યો. વંદન કરી ઘણે ખુશી થયો. પ્રાસુક આહારાદિ નિમંત્રણ કરી, તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પિતાના પડાવ માટે તંબુઓ તણાવ્યાં. ભોજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહાર-પાણી આપી સર્વ જણાએ ભજન કર્યું. . મુનિશ્રી આહારાદિ કરી પોતાના જ્ઞાનમાં લીન થયા. બીજે દવસે ગરષભદત્ત સુદર્શના, શીળવતી અને બીજા મોટા પરિવાર સાથે સવે ગુરૂશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રવણ માટે ગયા. ગુરૂશ્રીને વંધ્ધ કરી, યથાયોગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા.
ગુરૂશ્રીએ પણ સાર્થવાહાદિને ઉદેશીને દાનને બીજો ભેદ અ-ભયાનના સંબંધમાં પિતાનો ઉપદેશ શરૂ કર્યો. તે