________________
(૧૪૮).
પક્ષીને તે આખે જન્મ નિરર્થક જશે. પંચેન્દ્રિય જીવોને વાત કરવાથી જંતુઓને નરકમાં જવું પડે છે, તો ક્ષણમાત્રના સુખ માટે કો વિચારવાન છવ પિતાના આત્માને લાંબા વખતના દુઃખમાં નાખશે ? આ તારી ક્ષુધા બીજા પદાર્થોની પણ શાંત થઈ શકે તેમ છે. જેમ ઉત્તમ શરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેને અભાવે દૂધથી પણ, પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કેઈ' પણ પ્રકારે ભોગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટે જીવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સર્વ સુખને આપનાર દયાને તું આશ્રય કર.
સિંચાણાએ ઉત્તર આપો. રાજન્ ! આ પક્ષી ભય પામી તમારે શરણે આબે, પણ સુધાથી વિહવળ થયેલો હું તેને શરણ આપી શકે ખરો કે? હે મહાભાગ્ય! કરુણાથી જેમ તમે તેનું રક્ષણ કરે છે તેમ ભૂખથી મરણ પામતાં મારું ભક્ષ્ય નહિ મળે તે મારાં પ્રાણ હમણાં જ ચાલ્યા જશે, રાજન ! ધમધર્મની ચિંતા તે પેટમાં પડેલું હોય તે જ યાદ આવે છે યા બની રહે છે. એવું કોઈ કૃર કમ નથી કે ભૂખ્યો થયેલો જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મની વાત કરવાને અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારે મને હમણાં જ પી દે. શું આ ધર્મ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવું અને બીજાને માર.
રાજન ! તમે કદાચ બીજું ભક્ષ્ય-ભજન મને લાવી આપવાને ઈચ્છતા હો તો, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને બીજા ભક્ષ્યથી પ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પિતાને હાથે મારેલા, નિરંતર તડફડતા માંસને ખાવાવાળો છું.
રાજાએ કહ્યું-સિંચાણ! જે એમજ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તાળીને હું તને મારું માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઈને તું તૃપ્ત થજે. જેથી તારૂં મરણ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે.