________________
(૧૪૭)
વિધાધરપતિ, રાજાને નમસ્કાર કરી પોતાના રાજ્યમાં આવ્યો. તરતજ પુત્રને રાજ્ય સેપી, બન્ને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભવમાં નિર્મળ જ્ઞાન પામી બને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉધાનમાંથી પિતાને મહેલે આવ્યા.
એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહસ્થની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા, એ અવસરે ભયથી ત્રાસ પામતો, શરીરથી કંપતે, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણુ યાચતો, આકાશ માર્ગથી પારે રાજાના ખોળામાં આવી પડશે.
કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય !તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ, બાળકની માફક રાજાના ખોળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ
હે રાજા ! એ મારે ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખો તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે બોલતો સિંચાણે તેની પાછળ આવી પહએ.
રાજાએ સિંચાને જણાવ્યું. તે સિંચાણું! આ પક્ષી હું તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછે હડસેલો કે તેમાં શત્રુને સોંપવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી.
સિંચાણ! “ આને શરણે રાખવો તે તને એગ્ય નથી.” આ પ્રમાણે યોગ્યયોગ્યનો ઉપદેશ આપવાવાળા તને, પરના પ્રાણને નાશ કરી પિતાના પ્રાણુનું પોષણ કરવું તે કોઈ પણ રીતે ગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તેને મહાન દુઃખ થાય છે તો શું બીજાને તેમ નહિ થતું હોય ? જ્યારે સહજ દુઃખથી છોને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પોતે જ વિચારવાનું છે. આ પક્ષીનું ભક્ષણ કરવાથી તેને થોડા વખત માટે પ્તિ થશે પણ આ