________________
(૧૪૯)
સિંચાણાએ તે વાત કબુલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પિતાની પીંડી કાંપી માંસના કકડાઓ નાંખવા લાગ્યો. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતા જાય છે. એટલે ત્રાજવું ઉંચું ને ઉંચું રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતો દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પિતે તે બે જુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં ( ત્યાં જોવા મળેલા લોકેમાં ) અને વિશેષ પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સવે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા અભાગ્યથી તમે આ શું આરંવ્યું - છે ? આ એક પક્ષીના રક્ષણ માટે આ આખી પૃથ્વીને નિરાધાર
શા માટે કરે છે ? રાજાઓને ધર્મ આ લાખે મનુષ્યનું પાલન કરવાનો છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યોને રડાવવાનો.
હે રાજન ! મનુષ્ય ભાષાએ બેલતે આ પક્ષી કોઇ દેવ, દાનવ : કે તમારે કોઈ પ્રતિ પક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે.
રાજાએ હૈયથી જણાવ્યું. સામતે, પ્રધાન અને પ્રજાવર્ગ ! આ દીન મુખવાળો અને દીન વચને બોલનાર પક્ષી ગમે તે હેપણુ શરણે આવેલાનું રક્ષણ માટે અવશ્ય કરવું જ જોઈએ, જે રાજા -શરણે આવેલા એક પ્રાણનું રક્ષણ નહિ કરી શકે તે લાખ મનુષ્યોનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? તમે નિર્ભય થાઓ. આ મારું બેલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈ પણ ન કહેવું. - રાજાને આ ચક્કસ-દઢ નિશ્ચય જાણું દિવ્ય વસ્ત્ર મુકટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઇને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો.