________________
(૧૪૬)
ગુરૂષીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે તે કોઈ અતિથિ અણગાર આવી ચડે તે તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમના દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણાં હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું.
• ફરી એક દિવસે તે જ સર્વગુણ મુનિ મહારાજ શહેરની બહાર ઉધાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધમ શ્રવણ કરી વિરક્ત થયેલ તે દંપતિએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિક લઈ તે રાજગુપ્ત મુનિએ આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
- સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાળી, વિવિધ પ્રકારના વૈભનો ઉપભોગ કરી, ત્યાંથી આવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિંહરથ નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. તે સાધ્વી દેવનો જીવ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે.
દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દેવી વૈભવ પામ્યાં હતાં અને અહીં પણ વિધાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે.
આ વિધાધર દંપતી પિતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સેંપી ધનરથ તીર્થકરની પાસે બન્ને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સંસ્કૃષ્ટ તપ, સંયમાદિના યોગે કલષ્ટ કર્મોને ક્ષય કરી, આજ ભવમાં નિર્મળ કેવલ્ય પ્રાપ્ત કરી મેક્ષે જશે. - આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી