________________
પ્રકરણ
૫ મું.
અભયદાન.
अमेध्य मध्य कीटस्य सुरेंद्रस्य सुरालये । समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः ॥१॥
વિષ્ટામાં રહેલા કડાને તથા દેવલોકમાં રહેલા ઈદ્રને, બંનેને જીવવાની ઇચ્છા સરખી છે; તેમજ મરણનો ભય પણ બનેને એક સરખેજ છે. ૧
- છનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એજ દયાનું મૂળ છે. અને દયા તે ધર્મ છે; આ વાત જગત પ્રસિદ્ધ છે. સર્વ જીવોને જીવિતવ્ય ઇષ્ટ છે. દુઃખી ને પણ પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર, બાંધવ કે લક્ષ્મી ઉપર હેતો નથી. બળ, રૂ૫ અને શરીરની દૃઢતામાં ત્રણ ભુવનથી પણ જેઓ આધક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છેજીવિતવ્યને માટે જીવો પોતાનું રાજ્ય મૂકી દે છે.. એક વિષ્ટાનો કીડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક છવવાને ઇચ્છે છે.
ધનવાન અને નિર્ધન, દુઃખીયાં, અને સુખીયાં, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણું વહાલાં છે, માટે સર્વ પ્રયને પ્રાણીનું રક્ષણ કરવું.
જેઓ આંધળા, પાંગળા, કાણું, મુંગા, હીન અંગવાળા, ખરી, પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસીકાવાળા, દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે.