________________
(૧૪૩) એક દિવસે મેઘરથ રાજા પિતાની પ્રિયા સહિત દેવરમણ ઉધાનમાં ફરવા માટે ગયા હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થોડો વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયોગીજનેએ નાટય વિધિને પ્રારંભ કર્યો. વિવિધ ભંગીથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કોઈ જુદા જ દેખાવ જણાયાં. નૃત્ય કરવામાં કેટલેક વખત જવા પછી આકાશમાંથી એક મનોહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુવતિ બેઠેલાં હતાં.
પિતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાણીએ અવધિજ્ઞાની પોતાના સ્વામીને પૂછયું કે, પ્રાણનાથ! ઓ વિમાનમાં બેઠેલી મનોહરરૂપ ધારિકા સ્ત્રી કોણ છે? તેની જોડે બેઠેલ આ ઉત્તમ પુરૂષ કોણ છે? અને તેઓનું આંહી આગમન શા માટે થયું છે!
મેઘરથ રાજા અવધિજ્ઞાની હોવાથી જ્ઞાનાલોકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા વૈતાઢય પહાડની ઉત્તર શ્રેણિમાં મલયા નામની નગરી છે. ત્યાં વિધુતરથ નામને રાજા અને માનસગા નામની રાણી રાજ્ય કરતાં હતાં. તેમને સિંહરથ નામનો પુત્ર અને વેગવતી નામની પુત્ર વધુ છે. દુખમય ભવવાસથી વિરકત થયેલા વિધતરથ રાજાએ પુત્ર સિંહરથને રાજ્યાભિક્તિ કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુસ્તપ તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.
વિધાધર ચક્રવર્તિ સિંહરથ રાજા એક વખત પાછલી રાત્રીએ જાગૃત થઈ પોતાની જન્મચર્યા સંભારવા લાગ્યો. પોતાના જન્મ દિવસથી લઈ આજ પર્યત પિતાથી કોઈ પણ આત્મ સુખમય ઉત્તમ બનાવ બનેલો ન જણાયો. તે સ્મરણમાં આવતાં તેને ઘણો પ્રશ્ચાત્તાપ થશે. તે વિચારવા લાગ્યા. હા! હા! અરણ્યમાં ઉત્પન્ન થયેલ