________________
(૧ર).
શું કરે? પોતાના પરાભવથી ખેદ પામી રાજા ચિંતવવા લાગ્યા, સન્ય, સંપત્તિ, શત્ર, અને મહાન બળ છતાં, હા! હા ! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યો છું. કહ્યું છે કે
धाउवाय रसायण जंत वसीकरण खन्नवाएहिं ।। कीला वसेण तहा गरूयावि पडंति गुरुयवसणे ॥१॥
ધાતુર્વાદ, રસાયણ. જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરૂષો પણ મહાન વ્યસનમાં આવી પડે છે.
અથવા “આ તારી પુત્રી સાધ્વી થશે” આવું ધર્મ સંગતિવાળું કુળદેવીનું વચન મેં નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યું. તેથીજ આવા દુ:ખને નિર્ધાત અકસ્માત મારા ઉપર આવી પડયો જણાય છે.
કેટલોક વખત શોચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યું. વસ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાશગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતાં મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરની પાછળ તું હમણાં જ જા. ' વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકુમારીને પાછી ન લાવી આપું, નિચે મારે ચારિત્ર અંગિકાર કરવું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, હાથમાં ખડ્રગ લઈ, તે વિધાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગે. આગળ ચાલતાં આ વિમળ પર્વત પર તે વિધાધર તેના જોવામાં આવ્યો. આપસમાં મહાન યુદ્ધ થયું. તિર્ણ ખગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડ. કુમારને મહા બલવાન જાણી રાજકુમારી આંહી જ મૂકી તે વિધાધર કિંકિંધ ગિરિના શિખર તરફ ચાલ્યો ગયો. કુમાર પણ આમષના વશથી તે વિદ્યાધરની પાછળ પડયો. અને ઘણા વેગથી તે પહાડપર વિધાધરને જઈ મળ્યો. તે પહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ઘણું મેહનતે કુમારે તે વિધાધરને