________________
(૧૨૫)
બોલી ઉઠશે. અરે દૂત ! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કઈ સ્વામી તરિકે આજ્ઞાકારક છે કે?
આહવમલ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજા નિરંતરના અમારા સ્વામી છે. તેમ સ્વધામ (એક ધર્મ પાળનાર ) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે.
કુમાર ! મારે જયવમ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણું દિવસની પુત્ર વિયેગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણું અહીં જ રહે. * પિતાનાં વચનો સાંભળી વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાછ ! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ આંહી રહે, અને આપને બદલે હું તે, રાજાની પાસે જઈશ.
પુત્રને વિશેષ આગ્રહ જાણું, રાજાએ તેને જવાની રજા આપી. વિજયકુમાર હય, ગાજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અયોધ્યાનગરોમાં આવી પહોંચે.
એક સ્થળે સન્યનો પડાવ નાંખી, કેટલાએક સેવકોને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવમે રાજાને નમસ્કાર કરી, પિતાની ઓળખાણ કરાવી. અર્થાત હું આહવમલ્લ રાજને પુત્ર છુંવિગેરે જણાવ્યું. રાજાએ તેને સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે.
જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમવાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ-વિજયકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણોને યશોવાદ આખા શહેરમાં ફેલાયો.
એ અવસરે જયવમે રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્તે સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દૃષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી.. અને કાંઈક સરાગ દષ્ટિથી તેણું કુમારને જોવા લાગી. કુમારીને સરાગ