________________
(૧૩૩)
પ્રાણુઓ કદાચ આપના આ ઉત્તમ ધમપ્રાપ્તિમાં નિમિત્તકારણ થઈ શકે, કારણકે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે; છતાં ખરું કારણ તે આપ પોતે જ લઘુકમી જીવ છે. જો તેમ ન હોય તો ગમે તેવી દુઃખમય સ્થિતિમાં પણ ઘણું ભારેકમ જીવોને ધર્મનું નામ પણ યાદ આવતું નથી, તે ધર્મની પ્રાપ્તિ તો કયાંથી જ હાય ? દુનિયામાં એવા ઘણા જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફતો અને વૈરાગ્યજનક બનાવો અનેક વાર આવી પડે છે કે બની આવે છે. તથાપિ ધર્મ તરફનું વલણ તો આપ જેવા લધુકમ છને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છું કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દર્શન પામી છું. હે કૃપાળુ ! હવે તો જેમ આપ આ ભવસમુદ્રનો વિસ્તાર પામ્યા છે તેમ મારો પણ ઉદ્ધાર કરે. હું તમારે શરણે આવી છું.
- સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. પ્રભુ! આપ અમને એવો માર્ગ બતાવે કે ફરીને આવાં અસહ્ય દુઃખનો અનુભવ અમને કર ન પડે. | વિજયકુમાર મુનિએ જણાવ્યું. સુશીલાઓ ! સંસારના દુખથી સદાને માટે મુક્ત થવાની તમારી અભિલાષા છે તો તમે વિશેષ પ્રકારે જિનધર્મમાં આદર કરે. તીર્થકરોના કહ્યા મુજબ વર્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશો. ભવસ્થિતિને વિચાર કરે. અને તમારી લાયતા કે યોગ્યતાનુસાર અનુક્રમે આગળ વધે. તીર્થકરેએ દાન, શિયળ, તષ અને ભાવ એમ સામાન્યથી ચાર પ્રકારને ધર્મ બતાવ્યા છે.
ભાવ
માર પરિભારી અધિક
--
-