________________
(૧૩૬)
લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામને પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટરાણી હતી. તે પટ્ટરાણુની કૂફીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામને સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સૈન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને મેકલ્યો. આપસમાં દારૂણ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્જા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયા અને ઘણું નિબંધથી (આગ્રહથી) સામંતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણું, બળ સમાવવા નિમિત્તે મેટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનત તે સામંતરાજને હરાવી જીવને પકડી લીધો અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂક.
જયચંદ્ર રાજાને આથી ઘણે સંતોષ થયું. તેણે ચંદ્રસેનને ઘણે સત્કાર કર્યો અને ઘણું હર્ષથી તેને યુવરાજ પદવી આપી.
વિજયચંદ્ર કુમાર પિતાનો પરાભવ થય જાણું ઘણો દુખી થશે. રાજ્યમાં રહી પરાભવ સહન કરવો તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને યોગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પર. દેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગ્યો. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીર્તિધર નામના આચાર્યને સમાગમ થયો. તેમના સમાયેગથી ધર્મોપદેશ પામી, સંસાર આવાસથી વિરક્ત થઈ તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત શ્રુતજ્ઞાનનો પારગામી થયા. તેને યોગ્ય જાણું આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી.