________________
(૧૨૩) હા! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલીન હેય છે. શાસ્ત્રકાર કહે છે કે
असुइचं आलियत्तं निसितंच वंचगतंच ॥ अइ कामासत्तित्तं एयाणं महिलिया ठाणं ।। १॥
અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દેશોનું સ્થાનક સ્ત્રીઓ છે. - અહા ! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે ! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહું તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વ ચનો ઉપર મનુષ્યોને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરૂ
નાં વચન પર આવતું નથી. હવે જે હું અહી રહેવાનું કરૂં છું તે મેટો વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરૂં તે, નિરંતરને માટે આ નગરીને ત્યાગ કર પડે છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય અત્યારે મારા સંબંધમાં બન્યું છે. આ ઠેકાણે હવે મારે શું કરવું. ?
વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે, આંહી રહેતાં, રાણીની પ્રેરણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતારવાનો પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિદ્ધ કરનાર આ વિરોધને મારે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે:
कोहाविठो मारइ लोहासत्तोय हरइ सव्वस्सं.। ... माणिल्लो सोयकरो मायावीडसइ सप्पोव्व ॥१॥
ક્રોધના આવેશવાળો જીવોને મારી નાખે છે. લોભમાં આસકત સર્વસ્વ હરી લે છે. અભિમાની શોક કરાવે છે અને માયાવી (કપટી) સર્પની માફક ડસે છે ?