________________
( ૧૨૧)
સ્પષ્ટ રીતે હું... તને સમજાવું છું કે, તું મારા પુત્ર નથી. એ ચેકસ નિય સમજજે.
વિજયકુમાર-શું હુ· તમારા પુત્ર નથી ? રત્નાવળી-નહિ, નહિ. ખીલકુલ નહિ. વિજયકુમાર–ત્યારે હું કાના પુત્ર છું?
રત્નાવળી-કુણાલા નગરીને! આહવમલ્લ નામે રાજા, તે તારી પિતા છે અને તેની કમળશ્રી નામે પટ્ટરાણી તે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારૂં' અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે, તુ` મારૂ' વચન અંગીકાર કર
તારા સૌભાગ્ય, રૂપ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી · વિદ્યા આપીશ. તે પ્રબળ વિદ્યાના પ્રભાવથી આ સુરમ્ય નગરીમાં વિધાધરાના ચક્રવત્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિધા લઇ વિદ્યાધરના ચક્રવતિ પણાને અને મારી સાથેના વિષય સુખને તું ઉપભાગ કર.
આ પ્રમાણે રાણી રત્નાવળીનાં વચને સાંભળી કંદ્રુપને જીતવાવાળા વિજ્યકુમાર લજ્જા અનલથી સંતપ્ત થઇ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આ રાણીએ આટલા વખત પત મને પુત્રપણે પાળીને મોટા કર્યાં છે, અને આજે આવા અકાયના વિચાર કરે છે. અહા ! સીએના આવા નીચ સ્વભાવને ધિક્કાર થા. ધિક્કાર થા.
આ અકાય માટે રાણી મને વિધાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઇ દરકાર નથી, પણ તેની પાસે ઉત્તમ વિધાઓ છે. જે વિધાએ મને આજ પર્યંત મળી નથી તે વિદ્યાએ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઇએ. મેહ કે કામને આધીન થયેલી તે રાણી મને વિધા આપતાં વાર નહિ કરે. વિધા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનુ છે. ઇત્યાદિ વિચાર