________________
પ્રકરણ ૨૩ મું
વિજયકુમાર,
આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કુણાલા નામની નગરી છે. જીનેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હેવાથી, ઈદ્રિ પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુધ વૈરીના સમૂહરૂપ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનારૂપ કુમુને આનંદિત કરવામાં ચંદસર આહવમલ નામને રાજા રાજ્ય કરે છે ચંદ્રની માફક ઉજ્વળ શીયળરૂ૫ રત્નથી અલંકૃત કમલશ્રી નામની તેને પટરાણી છે. તે રાણુએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢય પહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિધાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશ માર્ગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યો. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી, પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પિતાની રત્નાવળી રાણીને સોંપ્યો.
પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કુશળ કરવા નિમિત્તે કળાચાર્યને સોંપે. નાના પ્રકાસ્મી કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવથા પામે.
સુંદર રૂ૫, યુવાવસ્થા, અને અનેક કળામાં કુશળ વિજય