________________
(૧૧૮)
વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશે? આપ જેવા મહાભાઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્ત કારણ વૈરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળકો ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો.
આતશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપ્યો. સુદર્શના! મારૂં જીવનચરિત્ર અને દિક્ષા ગ્રહણ કરવાનું નિમિત્તકારણ સાંભળવાની તને પ્રબળ ઈચ્છા છે; તો મને તે સંભળાવવામાં કાંઈ અડચણ નથી.
જ્યારે આ જીવને ઈદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિક રાળ ઝેરી દાઢથી હૃદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર છેરાતાં, કર્તવ્યાકર્તવ્યના વિવેથી બેભાન થઈ, નાનાપ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુઃખ પામે છે. દુખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેદથી વિચાર પ્રગટ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બોધ થાય છે અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિ. વાળા જીવો જનધર્મનું અનુસરણ કરે છે; આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થ-શ્રાવક ધમ. યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસક્ત થયેલા ગૃહસ્થને પૂર્ણ ધર્મ ક્યાંથી હોય ? આ પ્રમાણે વિચાર કરી મહાસતવાળા મનુષ્યો શ્રમણ ધર્મ (સાધુ માર્ગ) ને આ શ્રય કરે છે-એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે.
સુદર્શના! સામાન્યથી વિષયને વિપાક અને તેથી ઉગ પામી મનુષ્યો ત્યાગ માર્ગને આશ્રય કરે છે. તે વાત મેં તને જણાવી. હવે. વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી. હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત્ મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ.