________________
(૧૧૫)
છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરૂષોને ઉત્તમ આલંબનની મદદથી સુખે તરી શકાય તે પણ જણાય છે. શીળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદસ્યપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ નિયમોની અને જાપાનની મદદથી આ સમુદ્રને સુખે પાર પામી શકાય છે–તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરૂની મદદથી સંસારને પણ પાર પામી શકાય છે.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામને પહાડ નિયામકની નજરે પડે. અને થોડા વખતમાં તો તે વહાણે વિમળ પર્વતની નજીકમાં આવી પહોચ્યાં.
નિયમોએ વહાણે ત્યાંજ થંભાવી ઉભા રાખ્યાં. સેવકોને હુકમ કર્યો કે, પાણી, ઈધણ વગેરેનો સંગ્રહ કરવો હોય તેટલ કરી લે ઈંધણ, પાણીના કાર્યો પર રાખેલા સેવકે તત્કાળ નાની નાની ના દ્વારા વાહાણથી નીયા ઉતરી વિમળ પર્વત ઉપર ઈવણુદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા.
સુદર્શનાએ શીળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વોથી આચ્છાદિત થયેલો આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે?
શીળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણ કરીને વિદ્યાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તેજ આ વિમળ નામનો પર્વત છે.
સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તેજ આ પહાડ છે, તો તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલો. આપણે આ પાહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ સુદર્શનાનો વિશેષ આગ્રહ જાણી, શીળવતીએ તેમ કરવાની હા કહી. તરતજ વહાણ પરથી