________________
(૧૨૪)
રાણુ રત્નાવળી, કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપુર છે, કુડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લજજા તથા કરૂણ રહિત છે. તો ભારે સવ પ્રયત્નથી તેને સદાને માટે ત્યાગ કરવો એજ કલ્યાણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાને પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એજ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીને ત્યાગ કરી વિજયકુમાર આકાશ ભાગે ચાલી નીકળ્યો. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણલા નગરી આવી પહોંચ્યો.
આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શેકવેશમાં રહે. લી પિતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યો. અને “તમારો બાળપણાને વિયોગી પુત્ર છુંવિગેરે હકીકત જણાવી માતા પિતાને તેને નિશ્ચય કરાવી આપે. - રોમાંચ વિકાસી થવાં વિગેરે અનેક શુભ નિમિત્તથી પિતાને જ પુત્ર છે. તેમ જાણુ માતા, પિતાદિ કુટુંબમાં આનંદનો પાર ન રહ્યો. કુમારે માતાપિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડ્યો, માતાએ પુત્રને મસ્તસ્પર ચુંબન કરી, હર્ષાશ્રુથી વિયોગી પુત્રના શકને દૂર કર્યો. - હર્ષિત હૃદયથી આહવમલ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત અથથી ઈતિપર્યત પુછયું. રાજકુમારે પોતાનું આંહી આવવા પર્યતનું સર્વ વૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું.
પિતા, પુત્ર ઘણા લાંબા વખતના વિયેગને દૂરકરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઉભો રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યા. સ્વામીન
અયોધ્યા નગરીના મહારાજા જયવર્મ રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બોલાવ્યા છે માટે આપ નિવિલંબે પધારે.
દૂતનાં વચને સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર