________________
( ૧૦૮ )
ધન્ય છે તે સ્ત્રી, પુરૂષોને કે જેઓ પાંચ ઇન્દ્રિયરૂપ અશ્વને ગ્રુતિરૂપ લગામથી ખેંચી, સતાષરૂપ નંદનવનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્ત્વવાન જીવાને કે જે કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય' સહિત ઘેર તપશ્ચર્યાં કરે છે.
ધન્ય છે તેવા પરાક્રમી જીવને કે એ કષાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે.
રાગ, દ્વેષ, મહાદિ નિબિડ પાપ બંધનાને બાળી, સંસાર પરિભ્રમણના કારણેાને તેડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરે ખર ધન્યવાદ ધટે છે.
વ્હાલી માતા ! સદ્ગુરુના મુખથી મેં ધમ સાંભળ્યેા છે, જાતિસ્મરણુજ્ઞાનથી ક` વિપાકના અનુભવ મેળવ્યા છે, અને તેથી જ, જન્મ મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધમમાં વિશેષ પ્રયત્ન કરવા જોઇએ.
જનની ! મારા ઉપર આપને પૂર્ણ સ્નેહ છે, તે સ્નેહ ત્યારે સાઅેક ગણુાય કે મને ધમમાર્ગીમાં વિઘ્ન ન કરતાં, મારા મા તમે સરળ કરી આપે!, અને તમે પોતે પણુ ધર્મીમાં ઉજમાળ થાઓ. તમે જિનમંદિર બંધાવેા, સુપાત્રમાં દાન આપે! અને જીવા ઉપર વિશેષ દયાળુ થાઓ. ધર્મી સિવાય આ સંસારમાં ખીજો કાઇ તાત્વિક સ્નેહી નથી. સ્વાને ખાતર કે સ્વાથ પ`ત સ્નેહી થનાર તે તાવિક સ્નેહી કેમ ગણાય ? આ પ્રમાણે સુના પાતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધ મિક વચનેાથી પ્રતિક્ષેધ આપતી હતી તેટલામાં પ્ર:તઃકાળને સૂચક વીણા, શંખ અને વાજી ંત્રાના શબ્દો તેને કાતે આવ્યા. આખી રાત્રિની સુનાની મહેનત કેટલે દરજજે સફ્ળ થઇ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઇ હતી,