________________
(૧૧૩) વચન અને નેત્રોથી જાણે પુત્રીને વિયોગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હેય નહિ તેમ ઘણી મહેનતે ગદ્ગદ કંઠે રાણીએ જવાબ આપ્યો.
પુત્રી ! જો કે મને સાત પુત્રો છે; તથાપિ તારા વિરહ અગ્નિથી અત્યારે હું બળી મરું છું અને તે અગ્નિ પાછો ફરી તારે સમાગમ થશે ત્યારેજ શાંત થશે. આ પ્રમાણે બેલતાં ફરી રાણુએ રડી દીધું (રડવા લાગી ).
સુદર્શનાએ જણાવ્યું માતાજી ! આમ રૂદન કરી શા માટે આપ દિલગીર થાઓ છે ? આ મારી ધાવ માતા કમલા, મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહોંચ્યા પછી તરત જ પાછી આપની પાસે આવશે.
રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનથી કાંઈક શાંત થઈ; પિતાની હેન કરીને માનેલી અને ઘણું દિવસના સંબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચંદ્રલેખાએ જણાવ્યું સુંદરી ! જેમ એક માણસ બીજા માણસ પાસે થાપણ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી પાસે થાપણ તરીકે સોપું છું. માટે તેની સર્વ સંભાળ તમારે જ રાખવાની છે.
લાંબા વખતના સબંધીનો વિયોગ થતો જાણી શીળવતીને પણ સહજ ઓછું આવ્યું; પણ તત્વજ્ઞ હોવાથી હદય કઠણ કરી તેણીએ જણાવ્યું. બહેન ! આજે આપણો સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારું દર્શન મને થવું દુર્લભ જણાય છે. પ્રિય સખી! મારું હૃદય જાણે વજનું ઘડેલું હોય તેમ, આપણા વિયોગથી સતખંડ થતું નથી એટલે હવે તે વિયાગનું દુઃખ મારે સહન કરવું જ પડશે.
બહેન ! તમારો વિયોગ અગ્નિથી બળતો, અને દુઃખરૂ૫ ઈધણોથી પ્રજવલિત થયેલા આપણે નેહ હૃક્ષ નિરંતર તે મ ટે સળગતો જ રહેશે. સંયોગ વિયે ગયા ઉપન્ન થતા દુઃખરૂપ ભડકે બળી બળી