________________
(૧૧૨) કેમકે પ્રસુતિ વખતે માતાને જે દુઃખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીજાં દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુઃખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સાભી નજર કરતાં, મારા આ જન્મ પયતનું સુકૃત આપને અર્પણ કરું તો પણ થોડું જ છે.
આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીનો વિનય, વિવેક અને માતપિત પ્રત્યેની ભકિતની લાગણી દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખમાંથી મેતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં.
રાજાએ સુદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી. હૃદયથી ચાંપી ગદગતિ કંઠે જણાવ્યું, મારી વહાલી પુત્રી ! તું ફરીને અમને ક્યારે મળીશ ? તારે લાંબા વિમ-અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે ? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીના દીધ વિયાગરૂપ જાણે વજન પ્રહાડ પડયો હેય નહિ તેમ શૂન્ય હદય થવાપૂર્વક રાણી ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પિતાનું દુખ ઓછું કરી, રાણુની સારવાર કરવામાં રોકાયા. અનેક શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વારે શુદ્ધિમાં આવી અને તરતજ વિલાપ કરવા લાગી. રાણીને વિલાપ કરતી દેખી, ધીરજ આપવાપૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી. બહેન ! તું પોતે પુત્રીની હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે ?
સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તગે આ શું કરે છે ? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છો, તો પછી અમારા જેવાં બાળકે ધીરજ કેમ ટકી રહે ?