________________
(૧૧૦)
આજ્ઞા છે કે “કરી ન શકે તે કરતાને મદદ આપે, પણ વિનભૂત ન થાઓ” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તૈયાર કરવાને જુદા જુદા મનુmોને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા.
બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું.
રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકાને શબ્દ સાંભળતાં જ સુભટે સન્નબદ્ધ થયા, અ પાખરાયા, રથ સજ્જ કરાયા અને હાથાઓ શણગારાયા.
આ પ્રમાણે સત્ય તૈયાર થતાં રૂષભદત્ત સાથે પૂજા, દેવાચન કરી રાજા રથમાં આવી બેઠે. રાણું ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનને બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં (નરવાહન પાલખીમાં) આવી બેઠી.
રાજકુમારે, પ્રધાન, વિલાસિની, સખીઓ અને નગરના લોકો સર્વે સુદર્શનને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીંત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતટ બંદર) ઉપર આવી પહોંચ્યો.
ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડો વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્યામકોએ આવી રાજાને વિનંતિ કરી કે મહારાજા! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણો તૈિયાર કરી રાખ્યાં છે.
આ અરસામાં રૂષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પોતાને ભાલ, કરીયાણું પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યો. રાજાએ રૂષભદત્તના કરિયાણ સંબંધી માલની સર્વ જગાત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલુંક ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સોનું, કપૂર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ