________________
પ્રકરણ ૨૧ મું
સિંહલદ્વીપને છેવટનો નમસ્કાર
-- -- दिण रयणि घाडय पहर छलेण मणुयाण आउयं गलइ । इयजाणि ऊण तुरियं सुधम्मकम्मुज्जुया होइ ॥१॥
અવસરને ઉચિત હિતકારી, અવસરજ્ઞ,માગધે સૂર્યોદયની તૈયારી જાણું લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું..
દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણું હે મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉદ્યમાન થાઓ.
રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યનાં કિરણોએ અંધકારને દૂર ફેંકી દીધે એટલે ગિરિ–ગુફામાં શરણ લેવા માટે તે દેડયો ગયો. મહાન પુરુષો ક્ષકોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રક્રુલિત થવા લાગ્યાં. ખરી વાત છે કે અંગીકાર કરેલ કાર્યને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ બંગાથથી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સર્વે પિતાનાં ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કર્તવ્ય આરોપી લઈ, પિતાને ઉચિત વ્યવસાયમાં સર્વે ગુંથાયા.
રાજા વિચારવા લાગ્યો કે મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચક્કસ ઇચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિનભૂત ન થવું. જ્ઞાની પુરુષની