________________
(૧૦૭) ભૂષણ, વસ્ત્ર, શયન, આસનાદિ લાભના લોભથી વિટંબના અનુભવતા, મોહથી મોહિત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણ પામે છે અને સર્વની આગળ ચાલ્યો જાય છે પણ અન્યની રાહ જેવા પણ વખત ઊભો રહેતો નથી. અથવા બીજાએ તેને થોભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણ પોતે પોતાના કર્મથી નિગઠિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા સ્થળે ચાલ્યા જાય છે.
| માતા મરણ પામી પુત્રીપણે ઉત્પન્ન થાય છે, પુની માતાપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતા પણે કર્મ દષથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુ પણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ ત્રપણે કર્મસંબંધથી ઉત્પન્ન થાય છે.
ઘણું કલેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળુ થાય છે અને તે એટલું બધું અસર છે કે-મરણ પામ્યાબાદ એક પગલું પણ સાથે આવતું નથી. સ્વજને સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્રો, પિતા સાથે યુદ્ધમાં ઉતરે છે અથવા અનેક છળ-પ્રપંચ કરે છે. હાલી સ્ત્રી પણ અમંગળ કે ચેપી રોગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી.
માતાજી ! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારસુખ માટે ખેદ નહિ કરે. આ અસાર દેહનું સાર-આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલો લાભ છે. આ અસ્થિર દેહથી રિથર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવતો હેય. તો પછી આનાથી અધિક ફાયદે બીજે ક ગણય ?
ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાંબનાના સ્વરૂપને જીતનાર, મનવલભ અને રતિકુશળ સ્ત્રી, પુરૂષના સમાગમથી પણ મોહિત થતા નથી.