________________
(૮૨)
દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભોજન, આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળે છે. આ કારણથી હે રાજન! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિ શકું.
આપ જેવા મહાન નરની અભ્યર્થનાને ભંગ કરે એ જન્મ પર્યત દુઃખરૂપ લાગે તેમ છે, છતાં આ સ્થળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશો એવી મારી નમ્ર પ્રાર્થના છે.
પ્રકરણ ૧૬ મું.
– – ધર્મયશ ચારણ મુનિ
નય હેતુ અને યુતિવાળી શીલવતીની કથા સાંભળી, સીંહલા- . ધિપતિ ધણો ખુશી થયો. તેણે જણાવ્યું–શીળવતી ! તમારું કહેવું બબર સત્ય છે. વિષયાસક્ત છ દુ:ખના ભાજન થાય છે તયાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલો કે પડેલો હોય છતાં, ધેડાઓ તેને ઓળંગી શકતા નથી. તેમજ ઇતર સામાન્ય મનુની માફક, મહાન ઉત્તમ મનુષ્યની પ્રબળ વિષયવૃદ્ધિ હોતી નથી માટે તમે બીલકુલ ખેદ ન કરશે.
અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અયોધ્યાધિપતિ જયમરાજા (તમારો પિતા) મારો મિત્ર થાય છે. તમારૂં અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક યોગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષી સર્વ તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેનો વ્યય કરો.
સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં, અને દેશતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે.
અવકસાવી આ