________________
(૯૩)
ભક્તિ કરવી અને ધીરજ, સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત સર્વસંગને ત્યાગ કરનાર યોગી પુરૂષ, આ પ્રમાણે વર્તન કરી પોતાના સર્વબળથી ઘણું થોડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહેચે છે. આ ત્યાગમાર્ગ (યતિધર્મ) સ્વીકારવામાં જે પિતાનું અસમર્થપણું પિતાને જણાય. તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધામ અંગીકાર કરો. આ ગૃહસ્થ ધર્મ કાલાંતરે પણ મેક્ષસુખનું કારણ થાય છે.
ગૃહરાએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા છાની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. ૧. કન્યાલિકાદિ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કર. ૨, પરદવ્ય અપહરણ ન કરવું. ૩, પરસ્ત્રીગમન સર્વથા વર્જવું. ૪, સર્વ જાતિના પરિગ્રહનો સ્વઇચ્છાનુસાર પરિમાણ કરવું. ૫
આ નિયમે દિવિધપણે પાળવાં. એટલે તેનાથી વિપરીત, મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ.
નૃપતિ ! સંસાર સમુદ્રને મથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ: અણુવ્રતો કહેવાય છે.
દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિ.. માણ કરવું. ૬
એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી . ભોગપભોગ વસ્તુનું પરિમાણ કરવું. ૭
પાપને ઉપદેશ, આર્તધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને . પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારનો અનર્થદંડ, તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કર. ૮
ઓછામાં ઓછા આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં. રહેવાનો પ્રયત્ન કરે તે સામાયક વ્રત કહેવાય છે. ૯
દિશિનિયમ વ્રતને એકએક દિવસને માટે સંક્ષેપ કરો.