________________
( ).
સાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધમાં સાંભળનારને સાંભળવામાં ખલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મવિરુદ્ધ વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવને સંહાર થતો હોય તે ધર્મ વિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભનો વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછો ત્રાસ થતો હોય કે બીલકુલ ત્રાસ ન થતું હોય તેવા સાધને મેળવી આજીવિકા કરવી.
મધ્યાહ વખતે ફરી દેવપૂજા કરી, નૈવ મૂકી, પ્રાસુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવા અર્થાત સુપાત્રોને દાન આપવું - દુઃખી થતા સ્વધર્મી બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખીયા પ્રાણુઓને અનુકંપા બુદ્ધિથી શકત્યનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિનો ત્યાગ કરી, પચ્ચખાણું યાદ કરી (પારી) ગુહસ્થોએ ભજન કરવું. ભોજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હોય તો પચ્ચખાણ કરી લેવું અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તો, દિવસના આઠમા ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે ફરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું.
ઘરના આગેવાન માલિક શ્રાવકે, પોતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં, અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપ. વળી તિથિને દિવસે અવશ્ય મથુનને ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરક્ત રહેવું. શયન કરવાના (સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણું