________________
(૧૦૪)
સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણું, સવિકાસી કમલોનાં વદન પ્લાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકોને વૈભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
એ અવસરે પત્રની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમતેમ દેડાતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે-પંખીઓનું સ્થળ પુન્યવાન
ના સ્થળની માફક નિરંતર ઊંચું જ હોય છે.
જેમ સમ્યક્ત્વને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્યકિરણના વૈભવનો નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગ્યો.
થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમ સદ્ગુરુની માફક નિર્મળ કિરણ વાણું)ના સમૂહથી(અજ્ઞાન)અંધકારને દૂર કરતો ચંદ્રને ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પોતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણવડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળો વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે એગ્ય રવામીના દર્શનથી સર્વ જીવો હર્ષિત થાય છે.
પ્રકરણ ૨૦ મું.
માતાને મેહ-પુત્રીને દિલાસે
ચંદ્રની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પોતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જ્યારે આખા શહેરમાં શાંતિ પ્રસરી રહી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના માંથી ઊના ઊનાં અ_જળ વહન થઈ