________________
( ૯૭)
વિક્યા(સ્ત્રીકથા, દેશથા, રાજ્યકથા અને ભોજનથા)દિને પણ વિવેકી પુરુષએ ત્યાગ કરે.
હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધર્મ મેં તમને સંક્ષેપમાં સમજાવ્યો.
વળી ગૃહસ્થને પ્રતિદિવસ કરવા લાક કાર્ય હું તમને સમજાવું છું, જેનો આદર કરનાર મનુષ્ય, ઘણુ થોડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત(છેડે ) પામે છે.
પ્રકરણ ૧૮ મું.
-- ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય.
ધમથી ગૃહસ્થોએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગ્રત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પિતાની જાતિ, કુળ, દેવ, ગુરુ અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયે છું ? મારું કુળ કયું છે? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે? ધર્મને અનુકૂળ આચરણમાં મારે પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારે કેવી રીતે કરી શકાય ? તેમાં આવતાં વિના મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલાં અને ક્યાં બને છે ? તે બનતાં કેમ અટકાવાય ? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કેણ કોણ છે ? તે કેટલાં છે ? તે એ છો કેમ થાય છે તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુ:ખરૂપ થયું છે?