________________
ર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરૂષાર્થમાં ચક્રવર્તીઓની સાથે પણ સ્પર્ધા કરે છે.
વિયાવચ્ચ, સંઘનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકોને આપવાથી જે સમ્યકત્વ-પ્રાપ્તિના કારણરૂપ નવા પ્રકારનું પુન્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે.
આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યના ઉત્તમ નિમિત્તોમ (કારણમાં) જ્ઞાની પુરુષોએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણું છે.
કહ્યું છે કેपडिभग्गस्स मयस्सव नासइ चरणं सुयं अगुणणाए। न हु यावच्चकयं सुहादयं नासए कम्मं ॥१॥
ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનને નાશ થાય છે. (ચાલ્યું જાય છે) પણ વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધવીઓની વૈયાવચ્ચ કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે.
વિદ્યાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભાવમાં તને તારા બાળકે સાથે વિયોગ થયો હતો. - મુનિશ્રીના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, રાજાને ચક્કસ નિર્ણય થયો કે સુદર્શના જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને