________________
( ૮
)
નામના ત્યાંના વિધાધર રાજાએ પૂજા, આંગી કરાવી હતી. તે પ્રભુનાં દર્શન કરવા માટે તે વખતે વિજયા પિતાની સખી સાથે ત્યાં આવી. તે પ્રભુનાં દર્શન કરતાં અને રચેલી પૂજાદિ જોતાં, ભાવની વિશેષ વૃદ્ધિ થતાં તેણીનાં રેમેરમ આનંદથી પ્રફુલિત થયાં. તે અપૂર્વ આનંદમાં વિજયાએ જિનધર્મ સંબંધો બધિબીજ (સમ્યકત્વ, ધર્મશ્રદ્ધાન) ઉત્પન્ન કર્યું -દઢ કર્યું.
દર્શન કરી આગળ ચાલતાં, દુષ્કર તપશ્ચર્યા કરનાર કેટલીક શ્રમણ (સાધ્વીઓ) તેના દેખવામાં આવી. રસ્તાના પરિશ્રમથી તે સાધ્વીઓ થાકી ગઈ હતી. તેને દેખી વિજયા તેમની પાસે ગઈ અને નિર્દોષ આહારાદિ આપી, ભક્તિપૂર્વક વંદના કરી તેઓની શુશ્રષા કરી.
આકાશમાર્ગે સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં એક વનની અંદર રીષભદેવ ભગવાનનું મંદિર વિજયાના દેખવામાં આવ્યું. આ મંદિર ચાર ધારોએ કરી ઘણું જ રમણિક હતું. એ અવસરે ઇંદ્ર, ઈંદ્રાણી સહિત તે પ્રભુની આગળ નાના પ્રકારની ભકિતથી નાટયવિધિ કરતો હતો. તે દેખી વિજયાને પણ કૌતુક ઉત્પન્ન થયું. નૃત્યવિધિ જોવા માટે વિજયા પણ એક સ્થળે બેઠી. અપ્સરાઓ આનંદાશમાં પ્રભુના ગુણગ્રામ કરવા સાથે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરતાં એક અપ્સરાના પગમાંથી નેપુર ઉછળીને વિજયાના ખેળામાં પડયું. નેપુર દેખી તેનું મન લલચાયું. આ નેપુર ઘણું જ ઉત્તમ છે, તે મને પહેરવાને જોઈએ, ઇત્યાદિ તે ઉપરના મમત્વને લઈને તેણીએ તે છુપાવી દીધું. અને તે લઈને તરતજ ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભપુરમાં આવી પહોંચી.
અંત અવસ્થામાં આૉધ્યાને મરણ પામી તે વિજયા વિધાધરી ભરૂઅચ્ચ નગરના ઉધાનમાં આવેલા સુઘટ્ટ છાયાવાળા વડવૃક્ષ ઉપર એક સમળીપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કે