________________
(૯૦ ) अद्वेण तिरिय जोणी रोद्दझाणेण गम्मए नरयं । धम्मेण देवलोगं तुकझाणेण निव्वाणं ॥१॥
જો આધ્યાન કરવાથી તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવાવડે દેવલોકમાં જાય છે અને શુકલધ્યાન કરવાવડે નિર્વાણ પામે છે.
સુદર્શના ! તેં વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્પ માર્યો હતો તે ભરૂઅચ્ચમાં સ્વેચ્છપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીના ભવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વ કર્મના નિમિત્તથી) તેણે તને મારી નાંખી હતી.
જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલક્તિ (વિકસિત યા પ્રકૃતિલત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બધિલાભ પણ થોડી મહેનતે પ્રાપ્ત થયું છે.
વિધાધરીના ભવમાં, શ્રમણની શુદ્ધ આહારપણું પ્રમુખથી તે વૈયાવૃત્ય (ભકિત-સેવા) કરી હતી, તે પુન્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધર્મની પ્રાપ્તિ થઈ છે.
કહ્યું છે કેसुरमणुय सिद्धिसुहं जीवा पावंति जंच लीलाए । ..तं जिणपूया गुरुनमण धम्मसद्दहणकरणेण ॥१॥
જીવો, દેવ, મનુષ્ય અને મેક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે, જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમરકાર અને ધર્મ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવાવાળા મનુષ્ય જે પુણ્ય ઉપા